છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે. જયારે મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ચાર ગામોમાં એક ખાનગી કંપની ખેડૂતોને બિયારણ આપે અને તે ડાંગરનો પાક તેઓના ઘરેથી ભરી જાય છે. ડાંગરનો ટેકાનો ભાવ સરકારે 460 છે. ત્યારે આ ખાનગી કંપની 525 રૂપિયા ટેકાનો ભાવ આપીને ખરીદી કરે છે. સરકારે ડાંગરના ટેકાના ભાવ નક્કી કર્યા છે.
પરંતુ ખેડૂતોને આ ભાવ ઓછા લાગે છે. કારણ કે ડાંગર પકવવા માટે ખર્ચ વધારે લાગે છે. ચોખાના ભાવ દિવસે દિવસે બજારોમાં વધી રહ્યા છે. ત્યારે ડાંગરના ટેકાના ભાવ વધારવા જોઈએ હાલ તો ખાનગી કંપનીઓ સારા ભાવે ખરીદી કરે છે. સરકાર દ્વારા ડાંગરના પાકની ખરીદી કરવામાં આવે છે. પરંતુ ટેકાનો ભાવ ઓછો હોવાથી ખેડૂતો સરકારને ડાંગર આપતા નથી. હાલતો ખેડૂતો ડાંગરનો પાક લણી લીધો છે.
પરંતુ બજારોમાં ડાંગરના ભાવ ખાનગી વેપારીઓ સરકારનો ટેકાનો ભાવ 460 છે. અને ખુલ્લા બજારોમાં 480 રૂપિયા મળે છે. જેના કારણે છોટાઉદેપુરના ખેડૂતો ખુલ્લા બજારોમાં ડાંગર સારા ભાવ મળતા હોવાથી વેચે છે. આ ખાનગી કંપની ચાર ગામો માંથી જેવા કે જામલી ,વઢવાણ ,ડોલારિયા ,ધનિયારા ગામોના ખેડૂતોની ડાંગર ખરીદે છે. જેનાથી આ ખેડૂતોને ફાયદો થયો છે. અને છોટાઉદેપુરના આ ચાર ગામોની ડાંગર ઇડર ખાતે લઇ જવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

