છોટાઉદેપુરના ડુંગરભીત ગામે હિંમતભાઈ ટેબલાભાઈ રાઠવાના જંગલ નજીકમાં આવેલ કુવામાં વન્યપ્રાણી દીપડા પડ્યો છે. તેવા સમાચાર સરપંચ ડુંગરભીત દ્વારા વન વિભાગને જાણ કરતા છોટાઉદેપુર રેન્જ સ્ટાફ વનપાલ કે.કે દેસાઈ અને વાય.જી બારીઆ, આર ડી બારીઆ સહિત ના સ્ટાફ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
અને માદા દીપડીને કૂવામાં જ પાંજરૂ ઉતારીને રેસ્કયું કરી નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર વિ.એમ દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક કે.એમ બારીઆની સુચના મુજબ ફતેપુરા નર્સરી ખાતે લાવવામાં આવેલ છે.જેનું વેટનરી ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ વન વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવશે. એમ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

