કેન્દ્ર સરકાર અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા કુલ ૧૪ જેટલા લાભાર્થીઓને દાવા રકમ ચૂકવવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને અકસ્માતમાં મૃત્યુ થવા બદલ તેમજ અકસ્માતમાં દવાખાનામાં સારવાર માટે લીધેલા વીમા મુજબ દાવા રકમ ચૂકવવામાં આવે છે. જેમાં 289ના વાર્ષિક પ્રીમિયમમાં અક્સ્માતમાં મૃત્યુ થવાથી પાંચ લાખ રૂપિયા મળતા હોય છે. અને આકસ્મિત દવાખાનાના ખર્ચ માટે 50 હજાર સુધી દવાખાના નો ખર્ચ મળતો હોય છે. જ્યારે 499 આકસ્મિક મૃત્યુ થવાથી દસ લાખ તેમજ 1 લાખ સુધી આકસ્મિક દવાખાનાનો ખર્ચ મળતો હોય છે . અને 755ના વાર્ષિક પ્રીમિયમમાં 15 લાખ જેટલી રકમ આકસ્મિક મૃત્યુ થવાથી વીમા કંપની તરફથી દાવા રકમ ચૂકવવામાં આવે છે.
આકસ્મિત દવાખાના ખર્ચ માટે 1 લાખ રૂપિયા સુધી દવાખાનાનો ખર્ચ ચૂકવવામાં આવે છે. જેમાં પોસ્ટ ઓફિસના છોટાઉદેપુર સબ ડિવિઝન દ્વારા ટોટલ છોટાઉદેપુર જિલ્લામાં 14 જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ થયો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાનવાડ ના ઘનપુર ગામના સ્વર્ગસ્થ ચંદ્રકાંત છત્રસિંહ કોલચા જેમનું અકસ્માતમાં મૃત્યુ થવાથી તેઓના વારસદારને દસ લાખની દાવા રકમ પોસ્ટ ઓફિસ તરફથી ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામના શંકરભાઈ દીનાભાઇ હરિજનના વારસદારને અકસ્માતમાં મૃત્યુ થવાથી પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા દસ લાખની દાવા રકમ ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત અનેક એવા લાભાર્થીઓ જેમને અકસ્માતમાં દવાખાનાનો ખર્ચ પણ વીમા કંપની તરફથી ચૂકવવામાં આવેલ છે.
છોટાઉદેપુર સબ ડિવિઝનના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ચિરાગભાઈ પંચાલે વધુમાં જણાવ્યું હતું. કે નજેવા વાર્ષિક પ્રીમિયમ સાથે લાભાર્થીઓને આકસ્મિક સુરક્ષા મળતી હોય છે. જે ગ્રામ્ય વિસ્તારના દરેક ગરીબ વર્ગને પડવળી રહે તેવી હોય છે. જેથી વધુમાં વધુ લોકો આ યોજનામાં જોડાઈ પોતાના પરિવારને સુરક્ષિત કરે તેવી લોકોને અપીલ તેઓએ કરી હતી. સાથે પછાત વિસ્તારોમાં આ યોજનાનો લાભ પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ દ્વારા કેમ્પનું પણ આયોજન કરીને આ યોજના પોસ્ટ વિભાગની ટીમ દ્વારા પહોંચાડી લોકોને આકસ્મિત સુરક્ષા આપવામાં આવે છે.

