Gujarat

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના ધંધોડા ગામે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા નું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શબ્દશરણ તડવી, લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય નંદુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, ગામના સરપંચ પારસીંગભાઇ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.