Gujarat

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ ઉમેદવારી પત્ર ભરતા પહેલા  કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય પાસે જંગી જાહેરસભા સંબોધી હતી. અને જેમાં પાંચ લાખથી વધુના મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યલાય ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરતા પહેલા એક જાહેર સભા સંબોધી હતી. અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી અને જિલ્લા સેવાસદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે વિજય સરઘસ હોય તે રીતે ઉમટી પડ્યા હતા. અને ભારે નાચગાન કર્યો હતો. અને લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા ને ખભા પર ઉચકીને નાચગાન કરાવ્યું હતું. જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા તેમજ ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, માજી સાંસદ ગીતાબેન રાઠવા, નારણ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભામાં આવતી સાતે સાત વિધાનસભાના ધારાસભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા.