છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિર અને રામ કબીર મંદિર ખાતે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ દર્શન કર્યા હતા. તેઓની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, ભાજપના નેતા ગોવિંદભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.
