Gujarat

છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ રાઠવા એ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગે જાહેર સભા સંબોધી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા

છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ રાઠવા એ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગે જાહેર સભા સંબોધી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ ભાજપ ઉપર આંકરા પ્રહાર કર્યા હતા.
ગઠબંધન સાથે લડતા હોય મતો અંકબંધ રહેશે. ટ્રાયબલ વિસ્તારમાં ભાજપ ની રાતઉઘ હરામ થશે. મોદી અમિત શાહ મીટીંગ કરે તોય કય નય થાય ગાંઠ વળી ગઈ છે. ભાજપનો અહંકાર થાય એવુ હતુ. છતાંય તમારી સામે ફાર્મ ભરાયું છે.
રાવણ જેવો અહકાર ભાજપ પક્ષને હોય ક્ષત્રિયોને સેલ્યુટ પણ છે એમ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવા માટે  ઢોલ નગારા સાથે નીકળ્યા હતા. અને જિલ્લા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. અને ઉમેદવારી પત્ર ભર્યું હતું.