Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાનું જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું છે

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા સાંસદ બન્યા પછી તેઓના નિવાસ્થાન વસેડી મુકામે જન સંપર્ક કાર્યાલય બનાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના લોકો સાંસદ જશુભાઈ રાઠવા ને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરી શકે તેના માટે આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જ્યાં સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળશે. જ્યારે આજે જન સંપર્ક કાર્યાલય નું પૂજા અર્ચના કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર