Gujarat

કરાટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં છોટાઉદેપુરના વિધાર્થીઓ જળક્યા

૨૨-૧૨-૨૦૨૪,રવિવારના રોજ વડોદરા, સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૭મી વાડો નેશનલ કરાટે પ્રતિયોગિતાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૬૫૦ કરતા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં  સનરાઇસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે સ્થિત જે.ટી. એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના વિધાર્થીઓએ ભાગ લઇ કરાટે કુમીતે અને કાતાની વિવિધ કેટેગરીમાં ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરી હતી.
વિજેતાઓમાં પ્રથમ ક્રમાંકે ૧૩, ૧૪ વર્ષની કેટેગરી અને ૫૦ કિ.ગ્રામાં  મોહમ્મદહુસેન એન. પઠાણ, અંડર ૧૬ ની કેટેગરીમાં અલફેઝ આરીફભાઈ રલીયા, અંડર ૧૭ની કેટેગરી હુસેન વોહરા, અને અંદર ૧૮ ની કેટેગરીમાં બીજા ક્રમાંકે દિવ્યેશ રાઠવાએ વિજેતા પ્રાપ્ત કરી હતી. વિધાર્થીઓને એકેડમીના ચીફ કોચ  જાબીરહૂસેન એન.મલેક દ્વારા તાલીમ આપવામાં આવી હતી. વિજેતા વિધાર્થીઓને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ન સ્ટાઇલ હેડ વિકાસ સોઢી અને ટેક્નિકલ ડિરેક્ટર ચંદ્રેશસિંઘ દ્વારા વિજેતા બાળકોને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર