Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકા અને શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકા અને શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ રાઠવા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ સચિનભાઈ તડવી સહિત યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું.