ઘર આંગણે આવતું ને ચિ ચિ કરી ને સહુને આનંદ કરાવતું નાનું અમથું પંખી..ગરમી ના દિવસો અને તેના બચ્ચા ઉછેર માટેના દિવસો..તેના માટે પાણી અને ચણ ની વ્યવસ્થા કરશો તો મારો રામ રાજી થશે..આપની થોડી મહેનત પંખીઓ ની જાળવણી કરી લુપ્ત થતી ચકલી જાતિ ને બચાવી શકીશું..આજ ના લાઈવ વિડીયો મૂકી ચકલી બચાવો અભિયાન સફળ કરવા પ્રયત્ન કરીશું.
ઘરના આંગણે કુદકા ભરતી ચિં ચિ કરતી ચકી આજે રિસાઈ ગઈ હોય એવું નથી લાગતું??કારણ મોબાઈલ ટાવર ની સાથે કાચા ઘરો માંથી પાકા ઘરો,પંખા અને બંધ દરવાજા,ભીંતે લગાવતા ફોટા ની સ્ટાઇલ્સ બદલાઈ,પંખા અને પક્ષી પ્રેમ પર ઉદાસીનતા તો ખરી કેમ કે જીવ મોબાઈલ ની ટ્યુન માં હોય છે.
પક્ષીપ્રેમી અને પક્ષીવિદોના મત અનુસાર અત્યારે 60 થી 65 ટકા ચકલીઓ ની સંખ્યા ઓછી થઈ છે.જોકે ચકલીપ્રેમીઓ ના પ્રયત્ન થી આજે સંખ્યા વધી છે.
સાચું જાણો તો ચકલી ને બાજરી કણકી જેવા નાના દાણા પાંચ થી દશ ગ્રામ જેવા અને ચમચી જેટલું પાણી જોઈએ.
તો આવો ઘર આંગણે અને શાળામાં ચિ ચિ કરતી ચકા ચકી ને બચાવીએ ને ચકલી ગીત ગાઈએ.
20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવીયે ને ઉનાળામાં દાણા પાણી ની વ્યવસ્થા કરી નાની ચકલી ને શુભેચ્છાઓ પાઠવીએ.
દિનેશકુમાર એમ શર્મા
આચાર્ય.પે.સે.શાળા ગોગજીપૂરા

