Gujarat

રન ફોર વોટ કેમ્પેઇનમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા

લોકસભા સામાન્ય ચૂંટણીમાં 7 મેના વધુ મતદાન થાય તે માટે જામનગરમાં 5 મેના સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.

રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવાકે, મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર, મારો મત મારુ ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખી નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

રેલી ક્રિકેટ બંગલો, ટાઉનહોલ, તીનબત્તી સર્કલ, લીમડાલેન થઈને ક્રિકેટ બંગલો ખાતે પૂર્ણ થઈ હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં પદાધિકારીઓ, અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓથોરીટીના ખેલાડીઓ, જામનગર જિલ્લા હોમગાર્ડ્સ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.