Gujarat

માંગરોળમા નગરપાલિકા ખાતે શહેર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો  લોકોએ બહોળા પ્રમાણ માં લાભ લીધો

માંગરોળ શહેરમાં વહીવટી ત્તંત્ર દ્વારા  નગરપલિકા વિસ્તાર નાં 1થી 5 વોર્ડ માટે નો  સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૫૨ જેટલા કામોનો  સ્થળ પર નિકાલ કરવા માટે અલગ અલગ ટેબલો દ્વારા  કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો
આ સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર માંગરોળ , ડેપ્યુટી કલેકટર કેશોદ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર માંગરોળ  હાજર રહ્યા હતા અને લોકોને સારીએવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રયત્ન કર્યા હતા
માંગરોળ યોજાયેલ આ સેવા સેતુ કાર્યક્રમ માં તમામ ટેબલ નો સંર્પક કરી ડેપ્યુટી કલેકટર કેશોદ અને મામતદાર રાજેશભાઈ પરમાર માંગરોળ, ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા ઉપસ્થિત રહ્યા હતા અઘીકારીઓ દ્વારા લોકોની કોઈ મુશ્કેલી ના પડે તેવી તકેદારી રાખી હતી
લોકો જાતિના દાખલા તેમજ આવકના દાખલા આધારકાર્ડ સહીતની મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ