વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં “સ્વચ્છતા હિ સેવા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે હોસ્પિટલ, શાળાઓ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, કોલેજ, આંગણવાડીઓ, મંદિરો, સામાજિક સંસ્થાઓ, સરકારી વિભાગો, કચેરીઓ સહિતની તમામ જગ્યાઓને સ્વચ્છ બનાવવા અને જન ભાગીદારી નોંધાવા ઠેર ઠેર વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભાયાવદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે નગરપાલિકા વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, બજારો, શેરીઓ, રહેણાંક વિસ્તારો, નાળાઓ, આરોગ્ય કેન્દ્ર સહિતના વિસ્તારોને નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા સાફ સફાઈ કરી સ્વચ્છ અને સુઘડ કરવામાં આવ્યા હતા.

