Gujarat

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયેલ છે.
તાલુકાની 105 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમયપત્રક મુજબ પરીક્ષાનો પ્રારંભ થયેલ છે ત્યારે સૌ પરીક્ષાર્થી બાળકોને ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.