Gujarat

વંથલી તાલુકાના ઝાંપોદડ હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર લેબ  ઉદ્દઘાટન સમારોહ યોજાયો

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આઈ.સી. ટી. લેબ પ્રોજેક્ટ અંતર્ગત શેઠ બી.કે. મહેતા હાઈસ્કૂલમાં પંદર કોમ્પ્યુટર આપવામાં આવેલ છે. તેનું ઉદ્ઘાટન તા.12.03.24ના રોજ ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ વસંતભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું. તેમજ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.