શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં તારીખ ૨૧-૯-૨૪ ના રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થયું, તેમાં ૪૭ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી .પરીક્ષાના સંયોજક તરીકે પ્રા. છાયાબેન શાહે ભૂમિકા ભજવી .પ્રિન્સિપાલ ડી. એલ.ચાવડા સાહેબે પરીક્ષાાર્થીઓને શુભેચ્છા પાઠવી. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફનો સહયોગ સાંપડ્યો. પરીક્ષાનું આયોજન ગાયત્રી શક્તિપીઠ ,અમરેલી જિલ્લા મારફત કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી

