Gujarat

બાંટવા નગરપાલિકાની ચૂંટણી લડવા કોંગ્રેસે રણશિંગું ફૂંક્યું

બાંટવા શ્રી લાડી લોહાણા સિંધી પંચાયત ખાતે AICC સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારવીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, જુનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જશીબેન બારડ, જુનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસના અભયભાઇ જોટવા, બાંટવા નગરપાલિકા પ્રભારી હીરાભાઈ રામ, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરાભાઇ ખોડભાયા, માણાવદર તાલુકા એસ.સી. પ્રમુખ અશ્વિનભાઈ મારુ, ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ રાણાભાઇ નગાભાઈ કોડીયાતર, કોળી સમાજના યુવા અગ્રણી જીગ્નેશભાઈ વાડોલીયાદ્વારા આગામી નગરપાલિકા ચૂંટણી અનુસંધાને મહત્વની બેઠક યોજાઇ હતી, બાંટવા શહેરના તમામ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજરી આપેલ, આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની બોડી આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર મીટિંગ નું આયોજન બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણીની આગેવાનીમાં થયેલ.

તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર