Gujarat

કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઓના નિવાસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીની ટીમેં તેઓને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યો હતું

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી માં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા જેને લઈને આજે તેઓના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા  સહિત તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમે તેઓના નિવાસસ્થાને તેઓને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.