રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિતે શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ હિરાણી સાહેબ, પાંધીસાહેબ તેમજ હર્ષદભાઈ જોશી અને શ્રીમતી શ્રધ્ધાબેન જોષી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સિનિયર શિક્ષક જીતુભાઈ ભટ્ટ દ્વારા આમંત્રિત મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.
ત્યારબાદ બીપીનભાઈ પાંધી દ્વારા ઓનલાઇન શોપિંગ અને ખરીદી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી. હર્ષદભાઈ જોશી એ પોતાની હાસ્ય શૈલીમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાના નિયમો સમજાવ્યા અને અંતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી હિરાણી સાહેબે ગ્રાહકોને લગતી તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય આશિષભાઈ જોશી દ્વારા પ્રસંગોચિત બે શબ્દો કહેવામાં આવ્યા અને આભાર વિધિ પૂર્ણ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા કન્ઝ્યુમર ક્લબના કન્વીનર શ્રી શૈલેષભાઈ ખરાડીએ જેહમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા