મુખ્યમંત્ર શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ શ્રી સતિષ વાસુદેવે ગાંધીનગરમાં લીધી હતી. ૧૯૯૩માં ભારતીય નૌ સેનામાં જાેડાયેલા શ્રી સતિષ વાસુદેવ ૨૦૨૪ના ઓગસ્ટ મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા સમૃદ્ધ કિનારાની વ્યુહાત્મક્તા અંગે પણ ચર્ચા-વિમર્શ કર્યા હતા.