Gujarat

જેતપુરમાં ક્રિકેટ ગ્રાઉન્ડની ખોદી કઢાઈ પીચ! ગ્રાઉન્ડનું નિકંદન કઢાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ

જેતપુરમાં હેલિપેડ  ગ્રાઉન્ડ ખાતે  અસામાજિક તત્વ દ્વારા મેદાનનું નિકંદન કાઢતા જેતપુરના ક્રિકેટ પ્રેમીઓમાં તેમજ ખેલાડીઓમાં રોષ વ્યાપ્યો હતો તેમજ મેદાન પર રામધૂન બોલાવી કાર્યવાહીની માંગ કરી હતી
બનાવવાની વિગતો મુજબ જેતપુર નું સરકારી ગ્રાઉન્ડ જેને હેલીપેડ ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે જેતપુરમાં એક પણ ક્રિકેટ કે રમત ગમત માટે ગ્રાઉન્ડ ના હોય જેથી જેતપુરના ખેલાડીઓ પોતાના સ્વખર્ચે હેલીપેડ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું ગ્રાઉન્ડ બનાવેલ અને તેમાં રમતવીરો પોતાની કરતબો અજમાવતા. પરંતુ ગત રાત્રિના રોજ કોઈ આ સામાજિક તત્વો દ્વારા જેસીબી અથવા ટ્રેક્ટર વડે આખા મેદાનને તોડી નખાયું હતું જેથી.
જેતપુરના ક્રિકેટ ખેલાડીઓ તેમજ સમર્થકોમાં રોષ આપ્યો હતો અને ઘટના સ્થળે પહોંચી વિરોધ નોંધાયો હતો. તેમજ ઉગ્ર રજૂઆત સાથે રામધૂન પણ બોલાવી હતી. જેતપુરના સ્થાનિક ક્રિકેટરો જે પોતાના પ્રેક્ટિસ માટે આ મેદાન નો ઉપયોગ કરતા હોય ત્યારે આ મેદાનને કોઈએ તોડી પાડતાં પીચ તેમજ મેદાનને સારી એવી નુકસાની થઈ હતી. જેતપુરમાં એકમાત્ર રમત માટે સરકારી ગ્રાઉન્ડ જે હેલીપેડ ગ્રાઉન્ડ છે અને આ હેલીપેડ ગ્રાઉન્ડની નીગ્રાની ડેપ્યુટી કલેકટર હસ્તક આવતું હોય છે ત્યારે આવી સરકારી જમીનને તેમજ મેદાનને ખેદાન મેદાન કરાતા ક્રિકેટરોએ માંગ કરી હતી કે આવા આ સામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમને કાનૂની પાઠ ભણાવવામાં આવે. આ સાથે ઘટના સ્થળે નાયબ મામલતદાર સેંજલીયા સહિતની ટીમ મેદાન ખાતે આવી હતી અને તપાસ હાથ ધરી હતી.