દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસ ઉપરાંત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પેટ્રોલિંગ વેળાએ માછીમાર પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાના ભંગ મામલે વધુ આઠ માછીમારી બોટ સંચાલકો સામે ગુના નોંધાયા હતા.
ચાલુ ચોમાસા સિઝન દરમિયાન સલાયા,વાડીનાર,ઓખા સહિતના વિસ્તારોમાં પોલીસે જાહેરનામાના ભંગ સબબ 29 માછીમારી બોટ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. દેવભૂમિ જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય દ્વારા ડીવાયએસપી સાગર રાઠોડ, હાર્દિક પ્રજાપતિ તથા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ સિંગરખિયાનાઓને ડેડીકેટેડ ટીમ બનાવી કલેકટર દ્વારા માછીમારી કરવા જવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ હોય,જેનો ભંગ ભંગ કરનારા સામે કાર્યાવહી માટે સૂચના અપાઇ હતી.
જેના અનુસંધાને એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા દરિયાકાંઠા, બંદરો, જેટીઓ પર સતત પેટ્રોલીંગ કરી દરિયામાં માછીમારી કરવા જતાં તેમજ પરત ફરતા માછીમારી બોટ સંચાલકો મળી આવતા દ્વારકા પોલીસ મથકમાં પાંચ તથા સલાયા પોલીસ સ્ટેશનમાં ત્રણ સહિત વધુ આઠ 8 માછીમારી બોટ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.