ભાણવડના નવાગામ ખાતે નદીની નજીક ગામ વિસ્તારમાં અને ઝારેરા ગામે એક ખેડૂતની વાડીમાં ગત મોડી રાત્રે મગરે દેખાતા આ બંને સ્થળેથી ભાણવડના વન વિભાગ અને એનિમલ લવર્સ ગૃપને જાણ કરાઇ હતી.
આ અંગેની જાણ થતાં વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા, રામદેભાઈ કોટા અને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હુસેનભાઈ ભટ્ટી તુરંત આ બંને જગ્યાએ દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરી નજીકના બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. આ સ્થળ પર હાજર લોકોને આવા કોઈ વન્યજીવ કે સરીસૃપ આસપાસ જોવા મળે તો તેને હેરાન કરવા કે મારવા નહિ, પરંતુ રેસ્ક્યૂ કરાવવા સંસ્થા દ્વારા અપીલ કરાઇ હતી.



