ડભોઈ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં લાબા વીરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. વડોદરાના વાઘોડિયા અને ડભોઇ તાલુકામાં વરસાદે ધમાકેદાર આગમન કર્યુ હતું. જયારે બોડેલી-સંખેડા અને પાવીજેતપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ડભોઇ તાલુકા પંથકમાં છેલ્લા સપ્તાહથી શ્રાદ્ધ પક્ષમાં લાગતી ગરમી જેવો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જ્યારે દિવસે કાળા દીબાંગ વાદળો ભરી વરસાદ આવવાની તૈયારી થઈ હતી.

મોડી સાંજે ડભોઇ પંથકમા વરસાદનું આગમન થતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. વરસાદ વરસતાં એક સપ્તાહથી ગરમીથી ત્રસ્ત થયેલા નગરજનોને રાહત મળી હતી. ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લેતાની સાથે ગરમીને પુનઃ એકવાર માઝા મૂકી હતી. છેલ્લા સપ્તાહથી ડભોઇ પંથકના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. શ્રાદ્ધ પક્ષમાં જેવી ગરમી પડે તેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા. ત્યારે ડભોઇ પંથકમાં સાંજે વરસાદ પડતા રાહત થઇ હતી. વાઘોડિયા ડભોઈ

