Gujarat

દાંતા ચીફ કોર્ટ દ્વારા અંબાજી ખાતે મારામારી ના ગુનામા આરોપીને સજા

અંબાજી પોલીસ સ્ટેશન માં નોંધાયેલો ગુનો આઇ પી સી કલમ 323,324,294(ખ)506(2)114મુજબ
અંબાજી ખાતે વર્ષ ૨૦૧૯ માં બ્રમ્હપુરી વિસ્તાર માં પ્રેમાબેન ગબ્બરસિંગ ભદોરિયા અને તેમના ઘર ના સભ્યો પર ગડદા પાટું નો માર , અને ધારિયા વડે હુમલો કરવાના આરોપીઓ ને આજ રોજ નામદાર દાંતા કોર્ટ દ્વારા પ્રોબેશન એક્ટ હેઠળ જામીન અને રૂ.૫૦૦૦/- ના જામીન મુક્ત સાથે ૨ વર્ષ ના ટ્રાયલ પીરીયડ પર મુક્ત કર્યા હતા .
  અંબાજી ના ગુલજારી વિસ્તાર ખાતે રહેતા પ્રેમાબેન ગબ્બરસિંહ ભદોરિયા ના ઘરે જઈ આ કામ ના આરોપી રૂપલબેન દ્વારા તમારી દીકરી મારા ભાઈ ને કાળિયો કેમ કહે છે ,તેમ કહી ગાળો બોલી માર મારવાના શરૂ કરેલ અને તેમના સાગરીતો દ્વારા ફરિયાદી ના ઘર ના સભ્યો વચ્ચે બચાવ અર્થે આવતા તેમને પકડી રાખી મદદગારી માં સામેલ થયા હતા, તેમજ ફરિયાદી ના દીકરા કે જેઓ દાબેલી નો વ્યવસાય કરે છે તેમની મંદિર જોડે આવેલ લારી પર જઈ પંચ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાના આરોપ સર દાંતા કોર્ટ માં કેસ ચાલી રહ્યો હતો .જેમાં ફરિયાદી ની જુબાની અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ના ડોકટર ના નિવેદન અનુસાર નોંધાવેલ ફરીયાદ ની અમુક બાબતો સત્ય અને ઘટના દરમિયાન બનેલ બનાવ અંગે ના  આરોપીઓ ને પ્રોબેશન એક્ટ હેઠળ 5000 જામીન પર મુક્ત કરાયા હતા , સાથોસાથ નામદાર કોર્ટ દ્વારા ઉપરોક્ત કેસ બાબતે બનાવ માં સામેલ 4 આરોપીઓ ને ૨ વર્ષ સુધી શાંતિ અને સુમેળભર્યું વર્તન જાળવવાની બાહેંદારી ની શરતે મુક્ત કરેલ હોઈ કામ ના આરોપીઓ ને આપેલ ૨ વર્ષ ના સમયગાળા દરમિયાન જો કોઈ કેસ નોંધાય તો બિનજામીન અને આકરી સજા ના પાત્ર બનશે .તેવા બંધારણ સહ મુક્ત કરાયા છે.
આ કામ ના આરોપીઓ
૧) પીન્ટુ ઉર્ફે આશિષભાઈ રામાભાઈ રાવળ
રહે – ગુલઝારી પૂરા અંબાજી
૨) વીર્યાભાઈ ઉર્ફે વિરુભાઈ મોહનભાઈ વણઝારા
રહે – ગુલઝારીપૂરા – પાણી ના ટાંકા પાસે અંબાજી
૩) ચિરાગ બાબુલાલ કાળીદાસ જોષી,રહે – બ્રહ્નપુરી વાસ અંબાજી
૪) રૂપલબેન ડો/ ઓફ રામાભાઈ વા/ઓફ સુરેશ મગનભાઈ રાવળ
રહે – ગુલઝારીપૂરા  અંબાજી.
આરોપીઓ વિરોધ નો ગુનો પુરવાર થતાં દાંતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી એ આરોપીઓને સજા કરવાનું નકકી કરેલું જેથી આરોપીઓ વતી નામદાર કોર્ટમાં માફી કરવા વિનંતી કરેલી જેથી કોર્ટ આરોપીઓને ભવિષ્યમાં આવો ગુનો ન કરવાની શરતે પ્રોબેશન ઉપર મુક્ત કરેલ છે