Gujarat

ઉનાના દેલવાડા ગામની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાની એથલેટિક ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લા, ઉના ગીરગઢડા અને વાઢેર પરિવારનું ગૌરવ વધાર્યું

ઉનાના દેલવાડા ગામની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાની એથલેટિક ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીરગઢડા અને વાઢેર પરિવારનું ગૌરવ વધાર્યું. ગોલ્ડ મેડલ મેળવવા બદલ આ દીકરીને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
તાલુકાના નાના એવા દેલવાડા ગામમા રહેતા માવજીભાઈ વાઢેરની દીકરી દિક્ષિકા માવજીભાઈ વાઢેર કોડીનારની સોમનાથ સાયન્સ એકેડમીમા ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર મુકામે 35 મી વેસ્ટ ઝોન જુનિયર નેશનલ એથલેટિક ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધા યોજાઇ હતી. જેમાં દિક્ષિતા વાઢેર એ 200 મીટર દોડમા ભાગ લીધો હતો. અને પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી. 
ગોલ્ડ મેડલ મેળવી તેમણે તેમના પરિવાર સાથે સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ સોમનાથ સાયન્સ એકેડમીના વડા કરશનભાઈ સોલંકી, મેનેજર રણજીતભાઈ દાહીંમાં, કોચ ગજાનંદભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ ડોડીયા, બાબુભાઈ ગોહિલ, હેતલબેન ઝાલા એ અભિનદન આપી શુભ કામનાઓ આપી હતી