Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આવેલ આઈ શ્રી મોમાઈ આશ્રમ તરફથી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં મોમાઈ આશ્રમ આવેલું છે. ત્યાં  છેલ્લા ૩૦ વર્ષથી આશ્રમના મહંત શ્રી શંભુ ગીરી બાપુ  સામાજિક સેવાઓની વિવિધ પ્રવૃતિઓ કરે છે. જેના એક ભાગ રૂપે ગાધકડા તથા આજુબાજુના ગામોની ૧૭૫ જેટલી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો.
આ કરિયાવર વિતરણ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા,તાલુકા ભાજપ પ્રમુખ  જીવનભાઈ વેકરીયા,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન  ભીખાભાઇ ધોરાજીયા,જિલ્લા પંચાયત સભ્ય પુનાભાઈ ગજેરા, ભાજપ અગ્રણી જયસુખભાઈ સાવલિયા  વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સહકાર આપવા બદલ આશ્રમના મહંત શ્રી શંભુગીરીબાપુએ દાતાઓ સહિત સૌનો આભાર માન્યો હતો. એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી