Gujarat

પાલિતાણા-શેત્રુંજી ડીવીઝનના DCFએ 50 પાણીના પોઇન્ટ કાર્યરત હોવાની સાથે ફોટો-વીડિયો જાહેર કર્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘોબા ગામથી બે દિવસ પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક સિંહ પાણી માટે વલખાં મારતો જોવા મળ્યો હતો. એ બાદ સિંહ પ્રેમીઓ અને ગ્રામજનોએ વીડિયો વાયરલ કરીને સરકાર અને વન વિભાગ સમક્ષ સિંહ માટે પાણીની માંગ કરી હતી. જોકે, આજે ડીસીએફ દ્વારા પાણીના પોઇન્ટ અંગે માહિતી અને ફોટોગ્રાફ-વીડિયો જાહેર કરવામાં આવ્યા છે.

અમરેલી અને ભાવનગર જિલ્લામાં જોડતું શેત્રુંજી ડીવીઝન હેઠળ સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામમાં સ્થાનિક સિંહપ્રેમી દ્વારા સિંહો પાણીની શોધમાં ભટકતા સિંહોના વીડિયો જાહેર કરી પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટેની રાજય સરકાર અને વનવિભાગ સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેને લઇને પ્રથમ વખત પાલિતાણા શેત્રુંજી ડીવીઝનના ડીસીએફ જયન પટેલે સિંહો પાણી પીતા વીડિયો-ફોટોગ્રાફ અને પાણીના પોઇન્ટની માહિતીઓ જાહેર કરવામાં આવી છે.

જેમાં અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિત વનયજીવો માટે પીવાના પાણીના 50 પોઇન્ટ કાર્યરત જંગલ વિસ્તારમાં વનયજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ ઉભી કરવા માટે વર્ષ 2023-24 માટે નવા 17 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. પાણીના પોઇન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

વનવિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઇન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે, જે પેકીના કેટલાક સોર્સ અને પવન ઉર્જાથી સંચાલિત છે. તો કેટલાક પોઇન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ચાલુ વર્ષ 2023-24માં અમરેલી જંગલ વિસ્તારમા વન્યજીવો માટે પીવાના પાણીના 50 પોઇન્ટ કાર્યરત છે. વર્ષ 2023-24માં અમરેલી જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે નવા 17 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવા માટે શેત્રુંજી ડીવીઝન વિભાગ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ડીસીએફ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે.

શેત્રુંજી ડીવીઝન ડીસીએફ જયન પટેલએ જણાવ્યું હતું કે, શેત્રુંજી વનયજીવી વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં હિટવેવની આશંકાને ધ્યાનમાં રાખીને કુલ 91 વોટર પોઇન્ટ કાર્યરત છે. અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં કુલ 50 વોટર પોઇન્ટ કાર્યરત છે. ચાલુ વર્ષ 2023 અને 2024માં નવા 17 વોટર પોઇન્ટ બનાવ્યા છે.

તમામ વોટર પોઇન્ટ ઉપર સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે. ઘોબમાં જે વાયરલ વીડિયો થયો છે તે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. તે માદા છે તેની તંદુરસ્તની પણ ચકાસણી કરવામાં આવી છે કોઈ પણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે કોઈ તકલીફ હોય તેવું હાલ જણાતું નથી. સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન તપાસ કરતા આ બનાવ સ્થળથી શેત્રુંજી નદી નજીક છે ઘોબા ગામના લોકો આટલી બધી જાગૃતી દર્શાવવા માટે હું આભાર માનું છું.