ઉંભેળ ઓવરબ્રીજ નીચેથી અજાણી આધેડ મહિલાની લાશ મળી
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં આવેલા ઉંભેળ ઓવરબ્રીજ નીચે આઘેડ મહિલાની લાશ પડી હોવાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં બનાવના સ્થળે દોડી આવેલી કામરેજ પોલીસે હાલ ગુનો નોંધી અજાણી મહિલાની લાશનો કબ્જો લઇ જેની ઓળખ અંગે કવાયત હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ખેંચની બીમારીથી કંટાળી વાસણ ઘસવાનું લીક્વીડ પી જતાં આધેડનું મોત
ઓલપાડ તાલુકાનાં ઇશનપોર ગામ પ્રગતી મહોલ્લો ખાટે રહેતા બળવંતભાઈ રામુભાઈ પટેલ (ઉં.વ.60, રહે.ઈશનપોર ગામ, પ્રગતિ મહોલ્લો, તા.ઓલપાડ, જિ. સુરત)ને ઘણા સમયથી પ્રેસરની બીમારી તથા ખેંચની બીમારી હોય જેથી બીમારીને લઈને પોતાની જાતે પોતાના ઘરે વાસણ ઘસવાનું લીક્વીડ પી ગયા હતા. જેથી તેને મોરા ભાગળ ખાતે આવેલી અંજની હોસ્પિટલ ખાતે લઇ આવી સારવાર માટે દાખલ કર્યા હતા અને તબિયત સારી થઈ જતાં રજા આપી દીધી હતી.
ત્યાર બાદ બે દિવસ બાદ ફરીથી તબિયત ખરાબ થઈ હતી તેમજ ખેંચ ઉપડી હતી. જેથી સારવાર માટે મોરા ભાગળ ખાતે આવેલી અંજની હોસ્પિટલ ખાતે લઈ જતાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાની જાહેર કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

