દીપડો અને માદા સિંહણ વચ્ચે ઇનફાઇટમાં મોત નીપજ્યું હોવાનું અનુમાન
જેતપુર તાલુકાના વાડસડા ગામ નજીક ભાદર નદીના પટ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ મળી આવ્યાના ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આદરી હતી.
જેતપુર તાલુકાના વાડસડા ગામે આવેલ ભાદર નદીના પટ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની આસપાસના વાડી માલિકોને જાણ જોવા મળતા તેઓએ જેતપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરી જણાવતા ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પહોંચી તપાસ આદરી હતી ફોરેસ્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ કરતા
આ દીપડાના જડબા પાછળના પગ અને ગરદન પર ઊંડા ઇજા નાં નીચનો જોવા મળતા આ વિસ્તારમાં સિંહ પરિવાર પણ રહેતો હોય મોડી રાત્રે બન્ને વચ્ચે જીવ સટોસટ નો જંગ થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.પરંતુ દીપડાના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તેમના મૃતદેહને પોસ્ટ મોટો માટે જુનાગઢ ખાતે વેટરનરી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે..

