Gujarat

મુંબઈમાં વાવાઝોડાના કારણે ર્હોડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ૧૪ થયો, ૭૪ લોકો ઘાયલ, માલિક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

મહારાષ્ટ્રના મુંબઈમાં સોમવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં ગાઢ વાદળો ઘેરાયા બાદ ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ ર્હોડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા. આ દુર્ઘટના બાદ તાત્કાલિક પોલીસ વિભાગના અધિકારીઓ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦થી વધુ લોકો હાજર હતા. ર્હોડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્યા સુધીમાં, ર્હોડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ દરમિયાન ૧૪ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૭૪ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. આ સિવાય ૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. બીએમસી અનુસાર, તે જગ્યાએ ચાર ર્હોડિંગ્સ હતા અને તે તમામ એસીપી દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ર્હોડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા બીએમસી પાસેથી કોઈ પરવાનગી/એનઓસી લેવામાં આવી ન હતી.

બીએમસી એ ર્હોડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, મ્સ્ઝ્રએ કહ્યું કે તે ૪૦ટ૪૦ ચોરસ ફૂટના મહત્તમ કદના ર્હોડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે ર્હોડિંગ પડી ગયું તેનું કદ ૧૨૦ટ૧૨૦ ચોરસ ફૂટ હતું. એટલે કે આ ર્હોડિંગ અંદાજે ૧૫૦૦૦ ચોરસ ફૂટનું હતું.
પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં ર્હોડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્ય વિરુદ્ધ ૈંઁઝ્રની કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વાવાઝોડાના કારણે થયેલા વિનાશનું નિરીક્ષણ કરવા ઘાટકોપર વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓને ઘણી સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. મેં સંબંધિત અધિકારીઓને મુંબઈમાં આવા તમામ ર્હોડિંગ્સનું ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક

ઘાટકોપરમાં આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું અને રાહત અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું.