સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગે શાળાના બાળકો અવારનવાર રમતાં તસવીરમાં જોઈ શકાય છે. આ વિસ્તારમાં પીજીવીસીએલના વાયર કેટલી હદે લુઝ તેમજ થાંભલેથી વાયરીંગ પણ આપ તસવીરમાં જોઈ શકો છો. ક્યારેય પણ આ બાળકો જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ સંદર્ભે તાત્કાલિક અસરથી બાળકો જોખમમાં ન મુકાય તેની કાળજી લેવાય તે માટે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ એવું લોકો દ્વારા ચર્ચાય છે. તેમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.

