Gujarat

કન્ઝ્‌યુમર અફેર્સ વિભાગ, ભારત સરકારે અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન ૨૦૨૪ માટે ડ્રાફ્‌ટ માર્ગદશિર્કા પર ટિપ્પણીઓ/પ્રતિસાદ સબમિટ કરવાની સમયરેખા લંબાવી છે

અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન માટે ડ્રાફ્‌ટ માર્ગદશિર્કા ૨૦૨૪ના પર ટિપ્પણી/પ્રતિસાદ સબમિટ કરવા માટે સમયમર્યાદા લંબાવવા માટે વિવિધ ફેડરેશનો, એસોસિએશનો અને અન્ય હિતધારકો તરફથી મળેલી વિનંતિઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ર્નિણય લીધો છે. સબમિશનની છેલ્લી તારીખ એટલે કે ૨૧.૦૭.૨૦૨૪થી ૧૫ દિવસ સુધી સમયરેખા લંબાવવાનો ર્નિણય લેવાયો છે.
ટિપ્પણીઓ હવે ૦૫.૦૮.૨૦૨૪ સુધી સબમિટ કરી શકાશે (સૂચના નીચે આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઉપલબ્ધ છે) :

(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Date_Extend_0.pdf)

વિભાગને વિવિધ સૂચનો/ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે જે હાલમાં તપાસ હેઠળ છે. ટિપ્પણીઓ ઇમેઇલ દ્વારા ca[at]nic[dot]in પર સબમિટ કરી શકાય છે અને ડ્રાફ્‌ટ માર્ગદશિર્કા અહીં આપેલી લિંક દ્વારા ઍક્સેસ કરી શકાય છેઃ

(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Guidelines%20fro%20the%20Prevention%20and%20Regulation%20of%20Unsolicited%20and%20Unwarranted%20Business%20Communication%2C%202024.pdf)