Gujarat

રાજુલા શહેરના માથાભારે ઈસમ સામે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની હદપારની કાર્યવાહી કરવાનો હુકમ કરાયો

અમરેલી જિલ્લામાં માથાભારે ઈસમો દારૂનું ગેરકાયદેસર વેચાણ હેરફેર ઉત્પાદનનો સંગ્રહની ગેરકાયદેસર પ્રવુતિ કરતા દારૂના ધંધાર્થી ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે ગુનેગારોને કાયદાનું ભાન થાય અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સાવરકુંડલા ડીવીઝન એ.એસ.પી.વલય વેદ્ય દ્વારા સૂચના આપતા રાજુલા પી.આઈ.આઈ.ની ટીમ દ્વારા મફતપરા વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર પ્રવુતિ સાથે સંડોવયેલા માથાભારે ઈસમ જીતુભાઇ ઉર્ફે ગોબરભાઈ પરેશભાઈ સોલંકી વિરુદ્ધ પુરાવા એકઠા કરી હદપારની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હદપારની કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરી રાજુલા પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરા દ્વારા રાજુલાના માથાભારે તથા પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવુતિ કરતા ઈસમો સમાજ વિરોધી પ્રવુતિ પર અંકુશ લાવવાની જરૂર જણાતા હદપારનો હુકમ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

રાજુલા પોલીસે માથાભારે ઈસમને ગીર સોમનાથ જિલ્લામાંથી હદપાર કરી માથાભારે તથા પ્રોહીબિશનની પ્રવુતિ આચરતા ઈસમ સામે ચેતવણીરૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અગાવ લોકસભા ચૂંટણી પહેલા અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવુતિ કરતા તત્વો અને માથાભારે પ્રોહીબિશનના ધંધાર્થીઓ સહિત 35 ઉપરાંતના લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી કાર્યવાહી કર્યા બાદ ફરી હદપારની કાર્યવાહી કરવામાં આવી છે.