Gujarat

રાણપુર PGVCL કચેરીના નાયબ ઈજનેરનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયુ…

રાણપુર PGVCL કચેરીના નાયબ ઈજનેર આર.એ.ચૌધરી ચૌધરીએ ચાર્જ સંભાર્યા બાદ વારંવાર લાઈટ જતી રહેવાની સમસ્યાનો ઉકેલ લાવ્યા છે.
બોટાદ જીલ્લાના રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીના નવ નિયુક્ત નાયબ ઈજનેર આર.એ.ચૌધરી દ્વારા આ વરસાદી વાતાવરણ તેમજ અવિરત વરસાદ વચ્ચે ઉત્કૃષ્ટ કાર્ય કરેલ અને તેમના નેતૃત્વ હેઠળ રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરીના સ્ટાફ દ્વારા ર૪ કલાક આકરી મેહનત કરેલા અને રાણપુર વિસ્તારના તમામ વિસ્તારમાં વિજપુરવઠો સાતત્ય પૂર્ણ મળી રહે તેવી ઉમદા કામગીરી કરવામાં આવેલ.આથી આ કાર્ય ની રાણપુરની જનતાં દ્વારા નોંધ લેવામાં આવેલ અને રાણપુર નાયબ ઈજનેર આર.એ.ચૌધરીનું રાણપુરના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચેરીનો સ્ટાફ હાજર રહેલ, નાયબ ઈજનેરનું હરીરામબાપુ અમરદાસ દેસાણી સહકાર ભારતી,બોટાદ જિલ્લા મહામંત્રી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્ય બોટાદ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર કે.ડી.નિનામાના વડપણ હેઠળ તેમજ બોટાદ પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.જે.ગોહેલના દોરવણી અને સંચાલન હેઠળ આ વિકટ પરિસ્થિમાં રાણપુર પી.જી.વી.સી.એલ. સ્ટાફ દ્વારા આ ઉમદા કાર્ય કરેલ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરીના નાયબ ઇજનેર તરીકે આર.એ.ચૌધરી એ ચાર્જ સંભાર્યા બાદ રાણપુર શહેરમાં વારંવાર લાઈટ જતી રહેવાની સમસ્યા હતી તેનો ઝડપથી ઉકેલ લાવ્યા છે. જેને લઈને લોકો પણ તેઓની કામગીરીથી ભારે પ્રભાવિત થયા છે અને તેઓની કાર્ય પધ્ધતીની પ્રશંસા કરી રહ્યા છે..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર