૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર સુધી યોજાયેલ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેવડી ઇકો ટુરીઝમ ખાતે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પૂર્ણહુતી કરવામાં આવી.

ગુજરાત રાજ્ય સહીત છોટાઉદેપુર જીલ્લામાં ૨જી ઓક્ટોબર ગાંધી જ્યંતીના દિવસથી ૮મી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ સુધી જીલ્લાની શાળાઓમાં પ્રશ્નોતરી, કવીઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્વચ્છતા અભિયાન,બાઈક રેલી, નેચર એજ્યુકેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. ત્યારે વન્ય પ્રાણી સપ્તાહ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઇકો ટુરીઝમ કેવડી ખાતે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પુર્ણાહુતી અને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વાઈલ્ડ લાઈફ રેક્સ્યુર હેમંત વાઢવાણા વન્ય જીવ, અને સર્પ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને સર્પદંશના કિસ્સામાં બડવા ભુવા પાસે જવાની જગ્યાએ સરકારી હોસ્પિટલ પહોંચવાની સલાહ આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર અનિલ ધામલીયા, જીલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ, વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, વન મંડળીઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

