Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ઉજવાયું વિકાસ સપ્તાહ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં વિકાસ સપ્તાહ અંતર્ગત તારીખ ૧૪-૧૦-૨૪  ના રોજ  ભીંતચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં કુલ ૧૧ બહેનોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર નગવાડિયા દિવ્યા, દ્વિતીય નંબર દાફડા, ધર્મિષ્ઠા તથા ચોટલીયા તૃપ્તિ,અને તૃતીય સ્થાન પર બકરાણિયા જાનવી તથા ચુડાસમા દિવ્યા પ્રાપ્ત કરે છે આ સ્પર્ધાનું આયોજન તથા માર્ગદર્શન ડો. પ્રતિમા એમ શુક્લ એ કર્યું હતું  આ કાર્યક્રમમાં કાયૅકારી આચાર્ય ડી. એલ. ચાવડા સાહેબે બહેનોને  અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં અધ્યાપક મિત્રોનો સહયોગ  પ્રાપ્ત થયો હતો.
બિપીન પાંધી.