Gujarat

સાવરકુંડલા શિવ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામી

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સાવરકુંડલા શહેર ખાતે દરેક પ્રમુખ શિવ મંદિરોમાં  ભાવિકજનોની દર્શનાર્થે ભીડ જામી હતી અહી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, આંન્દેશ્વર મહાદેવ અને જશોનાંથ મહાદેવ મંદિર જેવા પ્રમુખ મંદિરોએ વિવિધ પ્રકારના દર્શનો ખુલ્લા મુકાયા હતા જેના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ  જોવા મળી હતી ત્યારે સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદીના કિનારે બિરાજતાં રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરે પુજારી દ્વારા ઉજ્જૈન સ્થિત મહાકાલ  મહાદેવનો આબેહૂબ ફલોટ્સ ઉભો કરાયો હતો જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં શહેરમાંથી ભક્તજનો ઉમટી પડ્યા હતા. એમ દીપક પાંધી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
બિપીન પાંધી