રાણપુરનો ધોળોપુલ જર્જરીત હાલતમાં, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ
ભારે વરસાદને પગલે રોડ ઉપર પુલના સાંધા છુટા પડી ગયા,પુલની સાઈડની દિવાલો તૂટેલી હાલતમાં,પુલ ઉપર રોડમાં મસમોટા ગાબડા,તંત્ર ઘોર નિંદ્રામાં
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સતત 4 દિવસ સુધી પડેલા વરસાદ ને કારણે ધોળા પુલ ઉપરના રોડ ઉપર મસમોટા ગાબડા પડ્યા છે અને પુલના સાંધા છુટા પડી ગયા છે જેને લઈને અકસ્માત થવાની સંભાવના ને લઈને લોકોને ડર લાગી રહ્યો છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવી હાલ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.રાણપુરમાં આવેલા ભાદર નદી ઉપર ધોળાપુલની હાલત ખૂબજ કફોડી હાલત છે ગમે ત્યારે પુલ પડી શકે તેમ છે અને પુલ પર મોટા મોટા ખાડાઓ પડી જતા ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
રાણપુર શહેરમાં આવેલ ભાદર નદીના ઉપર તે પુલ વર્ષો જુનો છે અત્યારે સાઈડમાં દિવાલો તેમજ પુલ પર મોટા ખાડા પડી ગયા છે.પુલની સાઈડની દિવાલો પણ જર્જરીત થઈને નદીમાં પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાતી નથી.જો આમને આમ આ પુલ પર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. રાણપુરમાં આ ભાદર નદી ઉપરનો ધોળો પુલ ધંધુકા,બોટાદ,પાળીયાદ અને સૌરાષ્ટ્રને જોડતો આ એક માત્ર પુલ રાણપુરમાં આવેલો છે તેમજ આ પુલ ઉપરથી બોટાદ જિલ્લામાં આવેલા યાત્રાધામ સારંગપુર,પાળીયાદ અને ગઢડા જેવા મોટા મંદીરો ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જતા દરરોજ હજારો લોકો આ પુલ ઉપરથી પસાર થાય છે.
રાણપુરનો આ એક માત્ર પુલ છે. જો આ પુલ પડે તો રાણપુર સંપર્ક વિહોણું થઈ શકે છે રાણપુર આસપાસના નાના મોટા ગામડાના લોકો આ પુલ પરથી પસાર થઈ રાણપુરમાં પ્રવેશે છે. તેમજ આ પુલ ઉપરથી રાણપુર થી કનારા જવાનો મુખ્ય રસ્તો છે.જ્યા રાસ બેરીંગ કંપની તેમજ ગીતાંજલી સ્કૂલ રાણપુર કોર્ટ,મોડલ સ્કુલ તેમજ આજુબાજુ અનેક વ્યવસાય લોકો રાણપુરથી નાના મોટા વાહનો તેમજ લોકો હટાણું કરવા આ પુલ પરથી પસાર થાય છે જો પુલ પર માણસ ઉભા હોય ત્યાં મોટું વાહન ચાલે ત્યારે પુલ પર વાઇબ્રેટ મારવા માડે છે
આ પુલ માટે અનેક વાર ધારાસભ્યો તેમ જ મંત્રીઓ અને રજૂઆત કરવામાં આવી છતાં પણ આના પર કોઈ પણ પ્રકારની ધ્યાન આપવામાં આવ્યું નથી વહેલી તકે આ પુલની મરામત કરવામાં નહીં આવે તો આ પુલ ધરાશાયી થઈ શકે છે જો મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની તેવું લોકોનું કહેવુ છે.તેથી તંત્રએ યોગ્ય કામગીરી કરવી જરૂરી છે…
તંત્રને જર્જરીત પુલ બાબતે રજૂઆત કરવામાં આવી છે: ગોસુભા પરમાર-સરપંચ ,રાણપુર
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાણપુર તાલુકા કક્ષાનું ગામ છે 25000 કરતાં વધુ વસ્તી ધરાવતું શહેર છે રાણપુર શહેરની જે ભાદર નદી ઉપરનો જે પુલ છે તે અંગ્રેજો વખતમાં બનેલો પુલ છે આ પુલ બનાવ્યો એને વર્ષો વીતી ગયા છે તેનો સમય પૂરો થઈ ગયો છે પુલ જર્જરિત હાલતમાં છે અને આ પુલ ઉપર દરોજ અનેક મોટા લોડિંગ વાહનો પસાર થાય છે જેના કારણે પુલ ધરાસાઈ થવાની સંભાવના છે રાણપુર ભાદર નદી ઉપરનો જે પુલ છે તે પુલ સૌરાષ્ટ્ર અને બોટાદ જીલ્લામાં દેશના મોટા ધાર્મિક સ્થળોને જોડતો ફૂલ છે આ પુલ તૂટી પડે તો રાણપુર નો સંપર્ક તૂટી જાય વાહન વ્યવહાર અટકી જાય અને જે મોટા ધાર્મિક સ્થાનો ત્યાં જે ભક્તો દર્શન કરવા જાય છે તેઓને પણ આ પુલ તૂટવાથી સૌથી મોટી તકલીફ પડી શકે છે અમે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે કે આ જર્જરીત હાલતમાં પુલ છે તે રીપેરીંગ વ્યવસ્થિત કરો અથવા નવો બનાવો જેથી કરીને કોઈ મોટી ઘટના કે દુર્ઘટના ન બને…..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર

