Gujarat

જિલ્લા કલેકટર અનિલ ધામેલિયએ એગ્રો સ્ટેટ ફાર્મર રજિસ્ટ્રી નોંધણી અંગે કવાંટ તાલુકાના પાનવડ ગામે મુલાકાત લીધી

 ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એગ્રો સ્ટેટ પોર્ટલ પર ખેડૂતોના ઓનલાઇન ફાર્મર રજિસ્ટ્રીના કામ અંગે જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ કવાંટ તાલુકાના પાનવડ ગામે મુલાકાત લીધી હતી. રાજ્યમાં ૧૫મી ઓક્ટોબર થી ખેડૂત નોંધણી કરવાનું શરૂ થઈ ચૂક્યું છે.
ફાર્મર રજિસ્ટ્રી એટલે રાજ્યમાં ખેડૂતોને આધારકાર્ડની જેમ ફાર્મર આઈડી મળશે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી છે.
૨૫ નવેમ્બર પહેલા પી એમ કિસાન લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. ખોટી નોંધણી રદ થશે. વધુ માહિતી માટે તાલુકાનાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જે તે ગામના તલાટી કમ મંત્રી, ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે.
જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, પ્રાંત સાહેબ, કવાંટ મામલતદાર, ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકરી ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર