Gujarat

જિલ્લા આપાત્કાલીન કામગીરી કેંદ્ર છોટા ઉદેપુર દ્વારા, જાહેર જનતા માટે લુ હીટ વેવથી બચવા કરાઈ અપીલ

છોટા ઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેંદ્રના ડી.પી.ઓ ધ્રુપેન પટેલ દ્વારા જાહેર જનતાને લૂ / હીટ વેવ સંદર્ભે કેટલીક સાવચેતીઓના પગલાં લેવા અપીલ કરાઈ છે. જેવા કે  શરીરમા પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે પાણી, લિમ્બુ શરબત, છાશ, નાળીયેર પાણી, વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવાનો રહેશે. રંગ અને વજનમા હળવાં અને સુતરાઉ કાપડ નો પહેરવા માટે ઉપયોગ કરવાનો રહેશે. નોકરી અને કામ ના સ્થળે ઠંડા પાણી ની વ્યવસ્થા રાખો.
વધુ વજન ધરાવતા, વ્રુદ્ધો, બાળકો ને લૂ લાગવાની સમ્ભાવના વધુ હોય છે. તેઓની વધુ કાળજી રાખો.વધુ પરિશ્રમ અને સખત કામો ઠંડા પહોરમા અથવા સાંજ ના સમયે કરવાનુ આયોજન રાખવુ હીતાવહ છે. ઘર ની દીવલોને સફેદ રંગ થી રંગો, ઘાસ ની ગંજીઓ રાખી અને ઘર ને થંડુ રાખી શકાય., ક્રોસ વેંટીલેશન થી ઘર નુ તાપમાન નિચુ રાખી શકાય છે. કોઈ પણ મેડીકલ ઈમર્જન્સી માટે-૧૦૮ નો સમ્પર્ક કરો.હીટ વેવ ને લગતી વધુ માહીતી માટે જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રુમ-૧૦૭૭ નો સમ્પર્ક કરો એમ તેઓએ જણાવ્યું છે.