છોટાઉદેપુર એપીએમસી ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રોજગાર લક્ષી સાધનો વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. છોટાઉદેપુર તાલુકાના કુલ 32 લાભાર્થી અને છોટાઉદેપુર જિલ્લાના 75 લાભાર્થીઓને આ રોજગાર લક્ષી સાધન સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં અનાજ દળવાની ઘંટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, જિલ્લા ખેતીવાડી અધિકારી બીએચ પંચાલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.