Gujarat

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ કરાયો

જામનગર જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલું ને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ DGP કમેન્ડેશન ડિસ્ક-2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડમાં પસંદગી કરાયા છે. જેમને આજરોજ ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા છે. પ્રેમસુખ ડેલૂ વર્ષ-2019માં 2વાર પેરડ કમાન્ડર તરીકેની ફરજ નિભાવેલી છે. તા. 31 ઓકટોમ્બર 2019 રાષ્ટ્રીય એકતા દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાત પોલીસ અને કેન્દ્રીય હથિયારી દળની હાજરીમાં પરેડ કમાન્ડર તરીકેની ફરજ નિભાવેલ છે. આ રાષ્ટ્રીય એકતા દિવસ’ના ફાઉન્ડેશન કોર્ષમાં આઈ.પી.એસ.,ઓલ ઇન્ડીયા સર્વિસીસ તથા અન્ય કેડરના તમામ અધિકારીઓ હાજર હતા.

ગુજરાત સાતમું રાજ્ય બન્યુ કે જેને પ્રેસીડેન્ટ કલર્સ (નિશાન) લોગો પ્રાપ્ત થયેલ.તા.15ડિસેમ્બર, 2019 પ્રેસીડેન્ટ કલર્સ પરેડના દિવસે માન.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની હાજરીમાં અને ગુજરાત પોલીસ તરફથી કલર્સ પરેડના પરેડ કમાન્ડર તરીકેની ફરજ નિભાવેલ છે. જયારે વર્ષ-2020તથા વર્ષ-2021 દરમ્યાન અમદાવાદ શહેર ખાતે આવેલ વેજલપુર, ફતેવાડી તથા જુહાપુરા વિસ્તારમાં કુવિખ્યાત અસામાજીક તત્વો, ગેંગસ્ટર તથા બળજબરીથી સરકારી તથા ખાનગી માલીકીની જમીન પર કબજો કરતા ઇસમો વિરૂધ્ધ વેજલપુર તથા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેન્ડ ગ્રેબીંગ તથા ગુજસીટોક અન્વયે જુદા જુદા ગુના દાખલ કરાવી હિમ્મત તથા સુઝબુઝ ભરી કામગીરી કરેલ છે. તેમજ કોરોના કાળ દરમ્યાન જરૂરીયાતમંદ માણસોને માસ્ક, સેનેટાઇઝર તથા દવાઓનું વિતરણ કરેલ છે.

વર્ષ-2020તથા વર્ષ-2021દરમ્યાન અમદાવાદ શહેર ખાતે આવેલ વેજલપુર, ફતેવાડી તથા જુહાપુરા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર કરેલ દબાણો હટાવી મ્યુનીસીપલ કોર્પોરેશનના સહકાર સાથે દબાણવાળી જગ્યા સરકારને પરત સોંપેલ.વર્ષ–2020 તથા વર્ષ-2021 દરમ્યાન અમદાવાદ શહેર ખાતે આવેલ વેજલપુર, ફતેવાડી તથા જુહાપુરા વિસ્તારમાં કુવિખ્યાત અસામાજીક તત્વો,ગેંગસ્ટર તથા બળજબરીથી સરકારી તથા ખાનગી માલીકીની જમીન પર કબજો કરતા ઇસમો વિરુધ્ધ વેજલપુર તથા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેન્ડ ગ્રેબીંગ તથા ગુજસીટોક અન્વયે જુદા જુદા ગુના દાખલ કરાવી આરોપીઓ વિરુધ્ધમા જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રીત કરાવી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવા અસામાજીક તત્વોથી ત્રસ્ત સામાન્ય નાગરીકોને ન્યાય અપાવડાવેલ છે.

વર્ષ- 2020 તથા વર્ષ 2021દરમ્યાન અમદાવાદ શહેર ખાતે આવેલ વેજલપુર, ફતેવાડી તથા જુહાપુરા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર કરેલ દબાણો હટાવી મ્યુનીસીપલ કોર્પોરેશનના સહકાર સાથે દબાણવાળી જગ્યા સરકારને પરત સોંપેલ તથા સદર જગ્યા સરકારી આવાસ, સરકારી કચેરી ના ઉપયોગ સારૂ ઉપયોગમા લેવા માટે સરકારને અંગત રસ દાખવીને દરખાસ્ત કરી જમીન ફાળવણી કરવાની કામગીરી કરેલ છે.

ઝોન-7 વિસ્તારમાં અસામાજીક તત્વોને દુર કરી સામાન્ય નાગરીક અને પોલીસ વચ્ચે સમન્વય સાધી સામાન્ય નાગરીકના માનસ પર પોલીસ વિભાગની છબી સુધારેલ છે અને પોલીસ તમામ નાગરીકોની મિત્ર છે જે સંદેશો સમાજમાં ફેલાવેલ છે. આમ, પ્રેમસુખ ડેલૂની સંતોકારક કામગીરી માટે DGP’S Commendation Disc ઇનાયત ની દરખાસ્ત કરવામાં આવેલ છે. અને આજરોજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હસ્તે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું ને DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ સન્માનિત કરાયા.