Gujarat

જિલ્લા સ્વાગત કાર્યક્રમ કાશીપુરા ગામમાં સ્પીડ બ્રેકર મુકાશે- દીપક બારિયા

પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવાની પરિણામલક્ષી કામગીરીથી ‘સ્વાગત કાર્યક્રમ’ ખરા અર્થમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે કડી રૂપ બન્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સંખેડા તાલુકા કાશીપુરા ગામના દીપકભાઈ બારિયા જણાવે છે  કે, સ્વાગત ઓનલાઈનમાં સ્પીડ બ્રેકર મુકવા માટે અરજી કરી હતી.મારી અરજી સ્વાગત કાર્યક્રમમાં મૂકી હતી જેનો નિકાલ થઈ ગયો છે. રાજય સરકારનો આભાર.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર