દેશભરમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લાના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ત્યારે જિલ્લાના દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉત્સાહભેર ઉપયોગ કરી 100℅ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી કરવા-દિવ્યાંગ મતદાર જાગૃતિ અંતગર્ત આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબીર:2024નું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી. કે. પંડ્યાના સૂચન અને જિલ્લા શિક્ષણાધિકારી અને SVEEP, નોડલ ઓફીસર બી.એન.વીડજા ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લામાં વધુમાં વધુ દિવ્યાંગ મતદારોનું મતદાન થાય તે માટે અસ્થિવિષક, અંધજન, શ્રવણમંદ, મનોદિવ્યાંગ સહિતની કેટેગરીના મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી દિવ્યાંગ મતદારોને લોકશાહીના મહાપર્વમાં જોડવા અંગેની ગાઈડલાઈનથી માહિતગાર કરવા, 100% મતદાન કરવા શપથ લેવડાવવા, સંકલ્પ પત્ર ભરવા સહિતનો દિવ્યાંગ મતદાન માટે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજયુકેશન ઈન્સ્પેકટર અને SVEEP આસીસ્ટન્ટ નોડલ ઓફીસર સી.એમ.મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ચૂંટણી પંચ ની દિવ્યાંગ મતદારો સબંધી ગઈડલાઈન સહિતની વિગતો તેમજ સક્ષમ એપ. ડાઉનલોડ કરવા,દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે દિવ્યાંગ મતદારોનો ઉત્સાહ વધારવા, ખાસ વિસ્તુત માહિતીસભર પ્રવચન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહર્ષિ અષ્ટાવક વિવિધલક્ષીવિકલાંગ સ્વરોજગાર સહકારી મંડળી લી. જામનગરના પ્રમુખ અને દિવ્યાંગ કાર્યકર કિરણસિંહ સોલંકી, અતિથિ વિશેષ પદે દિવ્યાંગ મહિલા અધિકારી સમિતીના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, મનોદિવ્યાંગના વાલી પ્રતિનિધી પુષ્પાબેન વોરા, અંધજન પ્રતિનિધી પ્રેમજીભાઈ વાઘેલા, શ્રવણમંદના પતિનિધી ગોદાવરીબેન કટારમલ સહિતના બહોળી સંખ્યામાં દિવ્યાંગભાઈઓ, બહેનો, વાલીઓ ઉત્સાહભેર ખાસ ઉપસ્થિત રહી ઉત્સાહભેર સહભાગી થયા હતા.

