નસવાડી આકોના જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પેટ્રોલપંપ સામે એક સૂકાઇ ગયેલું મોટું જોખમી વૃક્ષ ગમે ત્યારે કોઇ વાહન ઉપર પડે તેમ છે.
નસવાડી વન વિભાગ દ્વારા આ વૃક્ષ ઉપર ચોકડીનું નિશાન મારેલું છે. પરંતુ વૃક્ષ કાપવામાં ક્યારે આવશે તે હવે પ્રશ્ન ઉઠ્યો છે. આટલું મોટું વૃક્ષ કોઇ વાહન ચાલક ઉપર પડે તે પહેલાં વૃક્ષ કાપવામાં આવે તે જરૂરી બન્યું છે.

