Gujarat Maharashtra

મહારાષ્ટ્રના મુંબઈ ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ, ઘણી ફ્‌લાઈટ્‌સ પણ રદ કરવામાં આવી

સતત વરસાદના કારણે પાણી ભરાયા બાદ મુંબઈના રસ્તાઓ તળાવ જેવા થઈ ગયા છે. તે જ સમયે, અંધેરી સબવેને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.મુશળધાર વરસાદે મુંબઈ અને ઉપનગરોમાં ફરી મુશ્કેલી લાવી છે, શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી છે અને તેના કરણે ઘણી ફ્‌લાઈટ્‌સ પણ રદ કરવામાં આવી છે, રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ખાનગી વાહનો અને જાહેર બસોના ટ્રાફિકને પણ અસર થઇ છે.

હવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનોને પણ અસર થઇ છે. વરસાદના કારણે અત્યાર સુધીમાં મધ્ય રેલવે પર દોડતી ૬૦ લોકલ ટ્રેનો રદ કરવમાં આવી છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી હોવાથી અને ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો ધીમી ચાલી રહી છે. ઘણી જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે અસંખ્ય મુસાફરોને અસુવિધા થઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, શહેરમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ બંધ રાખવામાં આવી છે. પુણેમાં ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નદી કિનારે આવેલી હાઉસિંગ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. સિંહગઢ રોડ વિસ્તારની ૧૫ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. લગભગ ૧૦૦૦ લોકો પાણીમાં ફસાયા છે. ફાયર વિભાગના જવાનો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

બીજી બાજુ, પૂણેમાં રાતોરાત ભારે વરસાદ પડ્‌યો હતો, જેના કારણે શહેર અને જિલ્લાના મોટા ભાગને પૂરના પાણી હેઠળ છોડી દેવામાં આવ્યો હતો, શાળાઓ બંધ રહી હતી અને લોકોને મદદ કરવા માટે બોટ તૈનાત કરવામાં આવી હતી. શહેરની ફાયર બ્રિગેડ, પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો અને અન્ય એજન્સીઓ લોકોને બચાવવા માટે ઘણા વિસ્તારોમાં પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના સ્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાની નદી પરનો પૂલ તૂટી પડ્‌યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આ પૂલ શિવથર શહેર અને સમર્થ શિવથર ગામને જોડે છે. તેમણે કહ્યું કે, આ પૂલ પર કોઈ વાહનોની અવરજવર નથી, પરંતુ સ્થાનિક લોકો સમર્થ શિવથરમાં તેમના ખેતરો સુધી પહોંચવા માટે આ પૂલનો ઉપયોગ કરતા હતા. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા ‘રેડ’ એલર્ટ જાહેર કર્યું છે.