Gujarat

સર્વત્ર આકાશમાંથી આગ ઓકતી ગરમીનાં લીધે મનુષ્યો સહિત પ્રાણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે

મનુષ્યો પાસે તો ગરમીથી રાહત મેળવવાનાં અવનવા ઉપાયો ઉપલબ્ધ છે પરંતુ બિચારા મૂંગા પ્રાણીઓ આ મામલે લાચાર હોય છે. આમ છતાં કુદરત તો સૌનો હોય છે એમ તેણે તસવીરમાં દેખાતી ભેંસો માટે અલાયદી સગવડ કરી હોય એવું પ્રતિત થાય છે. ઓલપાડથી મંદરોઇ જતાં માર્ગે અસનાડ ગામની સીમ નજીક કુદરતી સ્નાનાગારમાં ગરમીને માત આપવા પ્રયત્નશીલ ભેંસનું ઝૂંડ કેમેરામાં કેદ થયું તે પ્રસંગની તસવીર.