રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરનો નજારો આપણે જોઈએ તો જાણવા મળશે કે ઘણા ખરા પ્રવાસીઓને કહેવું એવું થઈ રહ્યું છે કે, પોલીસ સ્ટાફ ના હોવાને કારણે ટ્રાફિક સર્જાય છે પણ હકીકત કંઈક એવી છે કે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીને લઈને જે હાઇવે પરના રસ્તાઓ હાઇવે કોન્ટ્રાક્ટ દ્વારા સાંકડા કરી દેવામાં આવ્યા છે
તેને લઈને રોજિંદા જે વાહન વ્યવહાર હોય છે તેનાથી પણ પાંચ ગણો વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે. ત્યારે ક્યાંકને ક્યાંક ટ્રાફિક સર્જાય છે ત્યારે ત્રણ દિવસથી રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસ ગોમટા ચોકડી સહિતના અન્ય ચોકડીઓ પર સ્ટેન્ડ બાય રહી છે.

દિવાળીના તહેવારને લઈને રજાની મજા માણવા લોકો ઘરેથી ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર હરવા ફરવા પહોંચે છે. ત્યારે દિવાળીના તહેવારને લઇને રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જોવા મળ્યો હતો. રોજિંદા વાહનો પસાર થાય છે તેનાથી પાંચ ગણો વાહન વ્યવહાર હાલ હાઇવે પર પસાર થઈ રહ્યો છે.

એક બાજુ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર સિક્સ લેનની કામગીરી થઈ રહી છે તેને લઈને હાઇવે કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંકને ક્યાંક રસ્તાને સાંકડો કરી દેવામાં આવ્યો છે. તેને લઈને પ્રવાસીઓ અને રાહદારીઓને પણ આ અડચણનો સામનો કરવો પડી રહ્યો છે.

